મોરબી તાલુકાના હજનાળી ગામે જુગાર રમતા છ પત્તા પ્રેમી પકડાયા
મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી. જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા મોરબી વિભાગ નાઓએ પોલીસ કોન્સ. કેતન અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ કે.એ વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના હજનાળી ગામ, કોળીવાસ, ઇશ્વરદાદાના મંદિરવાળી શેરીમાં રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને રોકડ રૂ.૧૭,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલા આરોપી
૧) લખમણભાઇ વાસાભાઇ ખાટરીયા / ભરવાડ ઉ.વ.૬૫, રહે, જુના હજનાળી, તા.જી.મોરબી
૨) મહેશભાઇ વાલાભાઇ પરસાડીયા / ભરવાડ ઉ.વ.૩૦, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી, ૩) દેવજીભાઇ જસાભાઇ રૂદાતલા / કોળી ઉ.વ.૩૫, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી
૪) રામદેવભાઇ બાબુભાઇ ધંધુકીયા / કોળી ઉ.વ.૨૩, રહે. જુના હજનાળી, તા.જી.મોરબી ૫) જયંતિભાઇ સવજીભાઇ પારેજીયા / કોળી ઉ.વ.૩૭, રહે, જુના હજનાળી, તા.જી.મોરબી
૬) યુનિસભાઇ ઇસાભાઇ સુમરા / સંધી ઉ.વ.૨૯,૨હે. વિરપરડા, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ – રોકડ રૂ ૧૭,૧૦૦/-