મોરબીના વજેપરમા આધેડને એક શખ્સે ધોકા વડે મારમાર્યો
મોરબી: મોરબી વજેપરમા આધેડ પોતાના ઘરે ટીવી ચાલુ રાખી રસોઈ બનાવતાં હોય ત્યારે એક શખ્સને સારૂં નહીં લાગતા આધેડને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી લાકડાના ધોકા વડે મારમાર્યો હોવાની ભોગ બનનાર આધેડે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વજેપરમા શેરીમાં -૧૫ માં રહેતા કરશનભાઇ ભીમજીભાઈ કણઝારીયાએ આરોપી પોપટભાઈ ભીમજીભાઈ કણઝારીયા રહે. વજેપર શેરી નં -૧૫ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૦૮-૨૦૨૩ ના રોજ રાતના સાડા આઠેક વાગ્યાના અરશમાં ફરીયાદી પોતાના ઘરે ટીવી ચાલુ રાખી રસોઇ બનાવતા હોય તે વખતે આરોપીને સારૂ નહી લાગતા ફરીયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી લાકડાના ધોકા વડે ફરીયાદીને શરીર પર આડેધડ ધોકા વતી માર મારી શરીરે મૂંઢ ઇજા કરી તથા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરી હતી.આ બનાવ અંગે ભોગ બનનાર કરશનભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.