મોરબી શાકમાર્કેટના ગેટ પાસે બે યુવક પર ચાર શખ્સોનો છરી વડે હુમલો
મોરબી: મોરબી શાકમાર્કેટના ગેટ નજીક જાહેર રોડ ઉપર મોટરસાયકલ ઉપર બે શખ્સો યુવક પાસે આવી તું કેમ શિકલા સાથે ફરે છે તેમ કહી ત્રણ શખ્સોએ છરી વડે ઇજા પહોંચાડી હતી તેમજ યુવકના મિત્ર ને પણ છરી વડે ઈજા કરી હતી. જાય અન્ય એક ચોથા શખ્સે યુવકને ધોકા વડે મારમાર્યો હતો અને ચારે શખ્સોએ યુવકને ભુંડાગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરા શેરી નં -૩મા રહેતા દિપકભાઈ રાજુભાઇ બુધ્ધદેવ (ઉ.વ.૨૮) એ આરોપી કીશન પટેલ રહે. મોચી ચોક મોરબી, યશ પટેલ રહે. મોચી ચોક મોરબી, યશ પટેલનો ભાઈ રહે. મોચી ચોક મોરબી, શાહનવાઝ કાસમાણી રહે. ખાટકીવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૦-૦૮-૨૦૨૩ ના રોજ આરોપી નં.(૨) તથા (૪) મોટર સાઈકલ લઈને આવેલ અને ફરિયાદીને કહેલ કે શિકલા સાથે કેમ ફરે છે તેમ કહી આરોપી કીશન પટેલે તેના નેફામાથી છરી કાઢી ફરિયાદીને ડાબી આંખ પાસે એક ઘા મારતા આંખ પાસે ટાંકા આવેલ તથા આરોપી યશ પટેલે તેના નેફામાંથી છરી કાઢી સાહેદને ડાબા હાથના કાંડા પાસે એક ઘા મારતા ટાંકા આવેલ બાદ આરોપી કીશન, યશ અને યશ પટેલના ભાઈએ આવેલ અને આરોપી કીશન પટેલે ફરિયાદીને જમણા હાથે કોણીથી ઉપરના ભાગે તેના પાસે રહેલ ધોકાનો એક ઘા મારી દીધેલ તેમજ આરોપી યશ પટેલના ભાઈએ ફરીયાદી તથા સાહેદને ઢીંકા પાટુનો મુંઢ માર મારી આરોપી યશ પટેલે ફરિયાદીને ધક્કો મારતા ત્યાં પડેલ શાકભાજીના ટ્રક સાથે અથડાતા પાંચ દાંતમાં ઈજા થતા હલવા લાગેલ તેમજ આરોપી કીશન થી યશ યશનો ભાઈ તથા શાહનવાઝએ ફરિયાદી તથા સાહેદને ભુંડાબોલી ગાળો આપી તેમજ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર દિપકભાઈએ ચારે આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
