મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ ને તહેવાર ટાણે હોળી:ગુજરાત ગેસના ભાવમાં ૨ રૂપિયા જેવો વધારો
સીરામીક ઉદ્યોગ મોટા પ્રમાણમાં ગેસ વપરાશ પર આધારિત છે જેમાં અવારનવાર ભાવ વધી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર બે રૂપિયા જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે
મોરબી સિરામિક ઉદ્યોગ આમ તો હાલ ગુજરાત ગેસ અને પ્રોપેન ગેસનો વપરાશ કરી રહ્યો છે તો સૌ પ્રથમ કોલસા વપરાશ થતા ત્યારબાદ ગુજરાત ગેસનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવતો પણ તેમાં ભાવ વધારાના કારણે અને પૂરતા પ્રમાણમાં ક્યારેક ગેસ પણ ના મળવાના બનાવો બનતા હતા તો તેના માટે સિરામિક ઉદ્યોગપતિઓએ પ્રોપેન ગેસનો વપરાશ શરૂ કર્યો પણ તેમાં પણ એના એ જ પ્રોબ્લેમ નો સામનો ઉદ્યોગપતિઓને કરવો પડી રહ્યો છે તેમાં પણ ભાવ વધારા અને ઘટાડાનાં કારણે સિરામિક ઉદ્યોગને ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ ભર્યું થઈ રહ્યું છે અને આવતા દિવસોમાં થોડા દિવસો માટે પ્રોપેન ગેસમાં ગેસની અછત પણ રહેશે તેવું જાણવું પણ મળી રહ્યું છે ત્યારે આ બધી બાબતો વચ્ચે ગુજરાત ગેસે અંદાજિત બે રૂપિયા જેવો ભાવ વધારો ઝીંકતા સિરામિક પર દર મહિને અંદાજિત 25 કરોડ જેટલું ભારણ વધશે તેવું જાણવા મળી રહ્યું છે જેથી આવતા જન્માષ્ટમીના તહેવાર ટાણે જ મોરબી સિરામિક ઉદ્યોગ માટે જાણે હોળી સળગી હોય તેવું લાગી રહ્યું છે
આજ રીતે ભાવ વધતા રહેશે તો સિરામિક ઉદ્યોગ માટે ઇન્ટરનેશનલ માર્કેટમાં ચાઇનાને ટક્કર આપવું પણ ખૂબ મુશ્કેલ બની રહેશે