Thursday, May 22, 2025

મોરબી : ચેક રીટર્ન કેસમાં કોર્ટે ૧૪ લાખનો દંડ અને એક વર્ષની કેદની સજા ફટકારી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી કોર્ટમાં ચેક રીટર્ન કેસ ચાલી જતા આજે મોરબીના બીજા એડી. ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટે આરોપી આદિત્ય દિનેશભાઈ ઠોરીયાને દંડ સહીત રૂ ૧૪ લાખ ચુકવવા અને એક વર્ષની કેદની સજા ફટકારી છે

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી અને આરોપી મિત્ર હોય અને અરસપરસ સામાજિક સંબંધો ધરાવે છે આરોપીએ ફરિયાદી પાસેથી અંગત ઉપયોગ માટે નાણાકીય જરૂરિયાત ઉભી થતા રૂ ૭ લાખની રકમની માંગણી કરી હતી જેથી ફરિયાદીએ આરોપીને ૭ લાખ રોકડા આપ્યા હતા અને આરોપીએ બદલામાં IDBI બેંક મોરબીનો રૂ ૭ લાખનો ચેક એકાઉન્ટ પેનો આપ્યો હતો જે ચેક બેંકમાં વટાવવા જતા ચેક રીટર્ન થયો હતો

જેથી ફરિયાદી શિવરાજસિંહ જાડેજાએ ધી નેગોશિયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અન્વયે મોરબીના મહે.બીજી એડી.ચીફ જ્યુડીશીયલ મેજી.સાહેબની કોર્ટમાં વકીલ મારફત કેસ દાખલ કર્યો હતો જે કેસ ચાલી જતા મોરબીના બીજા.એડી.ચીફ. જ્યુડીશીયલ મેજી.સાહેબ ડી કે ચંદાણી સાહેબે આરોપીને દંડ સહીત રૂ ૧૪ લાખ અને એક વર્ષની કેદની સજા ફટકારી છે અને રકમ ચુકવવામાં કસુરવાર થયે વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે

જે કેસમાં ફરિયાદી તરફે મોરબીના એડવોકેટ જે.બી.પાંચોટિયા, ગીરીશ અંબાણી રોકાયેલ હતા

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર