મોરબી શહેર અને ટંકારામાં જુગાર રમતા 14 પત્તાપ્રેમીઓ ઝડપાયાં
મોરબી: મોરબી શહેરમાં અને ટંકારા તાલુકાના વીરપર તથા નેકનામ ગામેથી તીનપત્તીનો જુગાર રમતા ૧૪ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસ અને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ માર્કેટીંગ યાર્ડ સી લાઈનની છત ઉપર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મનસુખભાઇ ત્રિભુવનભાઇ સાવસાણી ઉ.વ.૫૧ રહે.મરોબી અવનીચોકડી ગુરૂકૃપા એપાર્ટમેન્ટ બ્લોકનં.૪ મુળરહે.નશીતપર તા.ટંકારા, કલ્પેશભાઇ ગણેશભાઇ મારવાણીયા ઉ.વ.૩૮ રહે. મોરબી કામધેનુ પાર્ટીપ્લોટ સામે શ્રીજી ટાવર બ્લોકનં.૧૦૩ મુળરહે. રાજપર તા.મોરબી, કિશોરભાઇ પ્રભુભાઇ સાવસાણી ઉ.વ.૩૩ રહે. મોરબી રવાપર ધુનડા રોડ ઉમીયાનગર મુળરહે.થોરાળા તા.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૫,૩૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે ટંકારા તાલુકા પોલીસે બે રેઇડ પાડી હતી જેમાં પ્રથમ રેઇડ દરમ્યાન ટંકારા તાલુકાના વીરપર ગામે કોળીવાસમા તીનપત્તી વડે જુગાર રમતા ચાર ઈસમો સુનીલ ઉર્ફે સુનીયો રાજુભાઇ ઉધરેજા ઉ.વ- ૩૨, હસમુખભાઇ રધુભાઇ ઉધરેજા ઉ.વ- ૨૯, નાથાભાઇ ધરમશીભાઇ બાવરવા ઉ.વ- ૩૦, ગણેશભાઇ પ્રવિણભાઇ ઉધરેજા ઉ.વ- ૨૨ રહે બધા વીરપર ગામ તા- ટંકારાવાળાને રોકડ રકમ રૂ.૧૦,૧૯૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે.
જ્યારે બીજી રેઇડ ટંકારા તાલુકાના નેકનામ ગામે કોઠારીયા રોડ ઉપર આવેલ એ.વી.એન. ખુરશીના કારખાનામાં તીનપત્તી વડે જુગાર રમતા સાત ઈસમો નીલેષભાઇ હરજીભાઇ ચીકાણી ઉ.વ. ૪૦ રહે. નેકાનમ તા.ટંકારા જી. મોરબી હાલ રહે. રાજકોટ નંદવાટીકા ૧૫૦ ફુટ રીંગ રોડ, નવીનભાઇ જસમતભાઇ હાલપરા ઉ.વ.૪૭ રહે.નેકનામ તા. ટંકારા જી.મોરબી, ચેતનભાઇ ધીરજલાલ ચીકાણી ઉ.વ.૩૨ રહે. નેકનામ તા.ટંકારા જી.મોરબી, કલ્પેશભાઇ ઉર્ફે ગડરૂ માવજીભાઇ સવસાણી ઉ.વ. ૩૩ રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી દલવાડી સર્કલ, હસમુખભાઇ ઠાકરશીભાઇ ફેફર ઉ.વ.૪૫ રહે. હીરાપર તા.ટંકારા જી.મોરબી હાલ રહે. મોરબી રવાપર ક્રિષ્ના સ્કુલ સામે, મનીષભાઇ લાલજીભાઇ કાલરીયા ઉ.વ.૨૫ રહે. મુળ ઉંચીમાંડલ તા.જી.મોરબી હાલ રહે. મોરબી લોટસ ક્રિષ્ના સ્કુલ સામે, સુપ્રિતભાઇ ત્રિભોવનભાઇ પટેલ ઉ.વ. ૩૩ રહે. હીરાપર તા. ટંકારા જી.મોરબી હાલ રહે.મોરબી ઉમીયા સર્કલ, મોરબી વાળાને રોકડ રકમ રૂ.૪,૨૦,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ ગોરધનભાઈ મોહનભાઈ સોજીત્રા રહે. મોટોડા તા. પડધરી, જી. રાજકોટવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ ટંકારા તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
