મોરબી:ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક લેન્ડ થાય અને ભારતની સફળતામાં એક વધુ છોગું ઉમેરાય અને વિશ્વના અગ્રીમ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે એ માટે વૈજ્ઞાનિકો ખુબજ મહેનત કરી રહ્યા હોય ત્યારે વૈજ્ઞાનિકોની મહેનતની સફળતાને માણવા અને જાણવાની દેશભરની સાથે મોરબીની બિલિયા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાળા સમયબાદ પણ શાળામાં રોકાઈને ચંદ્રયાન-3 સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ પ્રક્રિયા નિહાળી હતી
શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા મંત્રી કિરણભાઈ કાચરોલાએ ચંદ્રયાન અંગે બાળકોને જાણકારી આપી હતી રશિયાનું ચંદ્રયાન લ્યુના નિષ્ફળ થયેલું હોય પણ ભારતનું મુન મિશન સફળ થાય એ માટે વિક્રમ લેન્ડર સફળ રીતે ચંદ્રની ધરતી પર લેન્ડ થાય એ માટે વિદ્યાર્થીઓમાં ખુબજ ઉત્તેજના હોય રસપૂર્વક વિદ્યાર્થીઓએ ઈસરોના ભારતના મુન મિશનની સફળતાને નિહાળી ગર્વ અનુભવ્યો હતો અને જય વિજ્ઞાન..જય..હિન્દુસ્તાન.. ના જયઘોષ સાથે સફળતાને વધાવી હતી.
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...