શાળાએ શિક્ષકોની કર્મભૂમિ છે. શિક્ષકો શાળા પરિવારને પોતાનો પરિવાર ગણતા હોય છે શિક્ષકો પોતાના સારા પ્રસંગો, આનંદના પ્રસંગોની ઉજવણીમાં શાળા પરિવારને વિદ્યાર્થીઓને સહભાગી બનાવતા હોય છે. અને આનંદની ઉજવણી કરતા હોય છે ત્યારે અત્રેની માધાપરવાડી શાળાના શિક્ષક અરવિંદભાઈ કૈલાની સસુર ગૃહે રહેલી પુત્રી શ્રધ્ધા અને શિક્ષિકાબેન અલકાબેનના પુત્ર દિપ નો જન્મ દિવસ હોય શાળાની 400 જેટલા વિદ્યાર્થીઓ અને બંને શાળાના શિક્ષકોને સ્વાદિષ્ટ ચટાકેદાર સ્વનિર્મિત ભેળનું ભોજન કરાવી બંને શિક્ષક ભાઈ અને બહેને પોતાના સંતાનના જન્મ દિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવેલ છે.
મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ ઘુંટુ ગામના સ્મશાન પાસે એક કેરી ગાડીમાં ક્રુરતાપૂર્વક લઈ જવામાં આવી રહેલા દશ ઘેટાઓને છોડાવી ત્રણ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તાલુકા પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ ઉમા રેસીડેન્સીમા રહેતા જયદીપભાઇ કીશોરભાઈ ડાવડા (ઉ.વ.૨૪) એ આરોપી...
મોરબી તાલુકાના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં જાહેરમાં હાથમાં ખૂલ્લી છરી રાખી દેકારો કરતા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામમાં આવેલ માનસધામ સોસાયટીમાં એક શખ્સ જાહેરમાં હાથમાં ખુલ્લી છરી હથીયાર રાખી દેકારો કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો...
મોરબી શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં મોરબીના વેપારી પોતાના મિત્રને રૂપિયા આપવા શનાળા રોડ મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ત્યારે રૂપીયા આપીને જતા હોય ત્યારે પાછળથી તેમના જ ગામનો એક શખ્સ આવી રૂપીયાનું બેગ ઝૂંટવી અને રૂ. ૩,૫૦,૦૦૦ લઇને નાસી ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ...