મોરબી ઉમીયા સર્કલ નજીક જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા
મોરબી: મોરબી ઉમિયા સર્કલ પાસે સંકેત ઈન્ડિયા શો રૂમ પાછળ આરોપી હીરેનભાઈ હરીભાઇ નંદાસણાના કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમોને મોરબી એલ.સી.બી. પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી ઉમિયા સર્કલ પાસે સંકેત ઈન્ડિયા શો રૂમ પાછળ આરોપી હીરેનભાઈ હરીભાઇ નંદાસણાના કબ્જા ભોગવટા વાળા પવન હાઈટ ફ્લેટ નં-૩૦૨ વાળામા તીનપત્તીનો જુગાર રમતા આઠ ઈસમો હીરેનભાઇ હરીભાઇ નંદાસણા ઉ.વ. ૩૩ રહે. મોરબી ઉમીયા સર્કલ પાસે સંકેત ઇન્ડીયા શો રૂમ પાછળ પવન હાઇટ ફલેટ નં-૩૦૨ મુળ રામપર તા.જી.જામનગર, પલકભાઇ ભગવાનજીભાઇ કનેરીયા ઉ.વ. ૩૩ રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ ઉમીયા નગર કિશાન પેલેસ ફલેટ નં-૩૦૩ મોરબી, ભરતભાઇ સવજીભાઇ કાસુન્દ્રા ઉ.વ. ૩૮ રહે. મોરબી રવાપર ચોકડી દર્પણ સોસાયટી સત્યમ એપાર્ટમેન્ટ ફલેટ નં-૧૦૧ મુળ ગામ મોટા રામપર તા.પડધરી જી.રાજકોટ, મેહુલભાઇ છબીલભાઇ વડસોલા ઉ.વ. ૩૧ રહે. મોરબી રવાપર-ઘુનડા રોડ, ક્રિષ્ના સ્કુલની પાછળ બાલાજી એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ રંગપર (બેલા) તા.જી.મોરબી, વિપુલભાઇ લાલજીભાઇ પટેલ ઉ.વ. ૩૮ રહે. મોરબી મોટી કેનાલના છેડે સરદારનગર-૦૧ સોસાયટી ચાણ્કય એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧, મહેશભાઇ વશરામભાઇ રૈયાણી ઉ.વ. ૪૧ રહે. મોરબી રવાપર રોડ, ઉમીયા ચોક શાસ્ત્રીનગર ગંજાનંદ એપાર્ટમેન્ટ ફલેટ નં-૫૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી.મોરબી, સંજુભાઇ સુંદરજીભાઇ રૈયાણી ઉ.વ. ૩૩ રહે. મોરબી રવાપર રોડ, વિશ્ર્વકર્મા સોસાયટી સ્નેહ રેસીડેન્સી ફલેટ નં-૬૦૧ મુળ ગામ વાઘગઢ તા.ટંકારા જી. મોરબી, ભગીરથભાઇ પ્રવિણભાઇ આદ્રોજા ઉ.વ. ૩૮ રહે. મોરબી રવાપર રોડ, લીલાલહેર પાસે દર્પણ સોસાયટી-૦૧ મુળ ગામ ભડીયાદ તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨,૧૨,૦૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી એલ.સી.બી. પોલીસે આરોપીઓને ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
