પ્રેરણાનું પાવર સ્ટેસન, ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ગણાય તેવા કસ્ટમરના દિલમાં વસેલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એક કર્મઠ કર્મચારી અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા બેંક પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ બેંક ઈન.મેનેજર ગૌતમભાઈ કુંડારીયા અતુલભાઈના જીવનમાંથી શીખેલી કેટલીક વાતો કરી. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સાણંદિયા તથા મોરબી તાલુકા શિક્ષક મંડળીના મંત્રી મહેન્દ્રભાઈ વાઘડિયા પણ હાજર રહ્યા હતા. બેન્કના તમામ સ્ટાફ મિત્રો દ્વારા અતુલભાઈ કાલરીયાને મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તથા તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.
મોરબી તાલુકાના ફાટસર ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા મુન્નાભાઈ કેગુભાઇ ગાવડ (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ...
મોરબીના વીશીપરામિ રહેતો યુવક ગુમ થયેલ હોય ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરતા મચ્છુ નદીના પાણીમાંથી ડૂબી ગયેલ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સંજયભાઇ મેઘજીભાઇ ઉધરેજા (ઉ.વ.૩૫) રહે. વીશીપરા રમેશ કોટન મીલની અંદર મોરબીવાળો યુવક ગુમ થયેલ હોય જેથી તેની શોધખોળ કરતા યુવકની મચ્છુ નદીના પાણીમા ડુબી...