Saturday, May 24, 2025

મોરબીની કલ્યાણ (વજેપર) શાળાના શિક્ષિકા બહેનનો વિદાય સમારોહ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબ:શિક્ષક વર્ષો સુધી સતત કાર્યરત રહી અનેક બાળકોનું જીવન ઘડતર,ભણતર,ગણતર અને ચારિત્ર્યનું ચણતર કરતા હોય છે ત્યારે સરકારી નિયમોનુંસાર અઠાવન વર્ષ થતા વય નિવૃત્ત થતા હોય છે અને સરકારી મહેકમમાં એમની કારકિર્દીનો અંત આવતો હોય છે

ત્યારે શહેર વિસ્તારની કલ્યાણ (વજેપર) પ્રાથમિક શાળાના શિક્ષિકા શારદાબેન છગનભાઈ કાલરીયા તા.31/08/2023 ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા શાળા પરિવાર દ્વારા તેમને ભાવભરી વિદાય આપવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષિક તેમજ તમામ શાળા સ્ટાફ અને વિદ્યાર્થી પરિવાર દ્વારા તેમના શૈક્ષણિક કાર્યફલકને બિરદાવી બહેનને વિદાયમાન સન્માન અર્પિત કરવામાં આવ્યું. શ્રીફળ, પળો, શાલ અને સન્માનપત્ર અર્પિત કરી શાળા પરિવાર દ્વારા વિદાય શુભેચ્છા પાઠવવામાં આવી.બહેન દ્વારા પોતાની શૈક્ષણિક સફર અંતર્ગતના અનુભવો રજુ થયા.બહેન તરફથી તેમના વિદાયમાન સન્માન પ્રસંગે શાળાના બાળકોને નાસ્તો આપવામા આવ્યો હતો.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર