મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આજરોજ સિવિલ હોસ્પિટલ મોરબી અને આંખની હોસ્પિટલ ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી.
જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું. ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના લાઈવ ડેમો ઉપયોગ અને રેસ્ક્યુ ટેન્ડર વિશે માહિતી દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર ઓફિસર અને જયેશ ડાકી લીડિંગ ફાયરમેન નાં માર્ગદર્શન હેઠળ કરેલ.
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતો માં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (૯૯૭૯૦ ૨૭૫૨૦) & લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (૯૭૩૭૪ ૦૩૫૧૪) તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું
મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે જય દ્વારકાધીશ હાઇટસ સામે રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર ઉજવલ ફાર્મ પાસે...