મોરબી: તારીખ ૦૪/૧૦/૨૦૨૩ ને છઠના શ્રાદ્ધ નિમિત્તે શૈલેષભાઈ હરિપર વાળાના બાપુજીના શ્રાદ્ધ માટે ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ અને સાડીઓ ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવી.
આ સેવા કાર્યમાં ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ચંદુભાઈ કડીવાર, રતિલાલ પટેલ અને ભાડજાભાઈ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે આ કીટ અને સાડીઓ આપવામાં આવી હતી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક આજરોજ સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો...
મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ "હર્ષોત્સવ" નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)
આ આયોજન ૨જી ઑગસ્ટ,...