વાંકાનેરના વઘાસિયા ગામે કારખાનામાં JCBનુ બકેટ વાગી જતાં યુવકનું મોત
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં બ્રામો સીરામીકના કારખાનામાં જે.સી.બી એક્સીવેટરનુ બકેટ માથાના ભાગે વાગી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકના પત્નીએ આરોપી એક્સીવેટરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ બ્રોમો સીરામીક કારખાનામાં રહેતા કસનીબાઈ કૈલાસભાઈ હીહોર (ઉ.વ.૨૪) એ આરોપી જે.સી.બી. એક્સીવેટરના ચાલક હસમુખભાઇ છનાભાઈ ઉડેચા રહે. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૩-૧૦-૨૦૨૩ ના રોજ રાત્રીના દશેક વાગ્યાના સુમારે આરોપી જે.સી.બી એક્સીવેટરના ડ્રાઈવરે ફરીયાદીના પતિ ટ્રક પાસે જતા હોય ત્યારે જે.સી.બી. એક્સીવેટરના ચાલકે બકેટ બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવતા) ફરીયાદીના પતિને માથાના ભાગે વાગી જતાં ગંભીર ઈજા પહોંચાતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકની પત્નીએ આરોપી જે.સી.બી. એક્સીવેટરના ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.