પ્રજા ની બિન જાગરૂકતા પણ એટલીજ જવાબદાર નેતા ચુટતી વખતે કેમ સમસ્યા ભુલાઈ છે?
મોરબી:આમ તો મોરબી નું શું હાલત છે તે કેહવાની જરૂર નથી, તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો,ટ્રાફિક જામ અને ઠેર ઠેર ઉકરડાઓના ગંજ એ મોરબીની સામાન્ય ઓળખ બની ગઈ છે.મોરબી ને સ્વચ્છ રાખવાની જેની જવાબદારી છે એ પાલિકા ઘોર નિંદ્રા માં હોય છે પણ ફોટો શેશન કે દેખાડા સમયે રાતો રાત એક્ટીવ બની મુખ્ય સમસ્યા ને રાતો રાત સોના નો ગ્લેટ ચડાવી સુંદરતા દેખાડી દે છે. તાજેતર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ગાંધી જયંતી નિમિતે સ્વછતાં અભિયાન ના પ્રચાર અનુસંધાને પાલિકા એ મુખ્ય ઉકરડાઓ સાફ કરી એક્ટીવનેસ દેખાડી હતી તેના પરથી પાલિકા ની ખોરી નીતિ સામે આવી ગઈ હતી કેમ કે આવી સ્વચ્છતા કાયમી કેમ રાખી શકાતી નથી ? તો સામે આટલી સમસ્યા હોવા છતાં મોરબી વાસીઓના પેટ નું પાણી પણ હાલતું નથી.ચુટણી સમયે પોતાના પ્રચાર પ્રસાર વખતે આવતા નેતા નેતીયુ ને આમ જનતા હરફ સુધા ઉચ્ચારતી નથી એ પણ કડવી વાસ્તવિકતા છે
તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેસની તો ચાલને પથારી ફેરવીએ દેશની !’ આ સૂત્ર મોરબીનું નેતૃત્વ જેના સિરે છે અને પ્રજાના પ્રશ્નો હલ કરવાની જેની જવાબદારી છે તેવા તમામ પ્રતિનિધિઓ, લોકસેવકો અને કર્મચારીઓ બધાને લાગુ પડે છે
સમગ્ર દેશમાં શાસન અને સુશાસનના ગીત ગવાય છે ત્યારે મોરબી સાથે જાણી જોઈને ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું હોય તેવા લાગી રહ્યું છે.
મોરબીની આ પરિસ્થિતિને સાંસદ, ધારાસભ્ય,પ્રમુખો કે કોર્પોરેટરોને શું જોતી જ રહેવાની છે ? જાણે આ લોકોની કોઈ જવાબદારીઓ જ ન હોય એવા ડોળ કરીને પ્રજાના પ્રતિનિધિઓ જનતાને ઉઠા ભણાવી રહ્યા છે. આ મોરબીની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે નર્ક સમાન આ નગરીને કોઈ સાંભળનાર નથી અને તંત્રના અધિકારી હોઈ કે પાલિકાના અધિકારી હોઈ કોઈને કાં તો પ્રજાના કામ કરતા આવડતું નથી અને કાં તો કામ કરવું નથી જેને મજા આવે એમ કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી સ્થિતિ કરવામાં પ્રજા એ પણ કોઈ કસર છોડી નથી ત્યારે ખરેખર જો મોરબીની જનતા જાગૃત બને અને માત્ર મારૂ નહીં સૌ નું સારું થાઈ તેવી ભાવનાથી જોડાઈ તો ચોક્કસ પણે સાચો વિકાસ થાય.
વાત કરીએ ખામીઓની તો,મોરબી શહેર અને શહેરની આજુબાજુના ઘણા વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયા છે જે રસ્તાઓ બની રહ્યા છે તેમાં ગુણવત્તાના દર બહુ જ ઓછા અને લાઈટો તો જાણે મનફાવે તેમ ઓપરેટ થતી હોય એવું લાગે છે. ઉપરાંત ટ્રાફિકને નડતર રૂપ પોલ હટાવવામાં અધિકારીઓ અસક્ષમ હોય તેવો ઘાટ સર્જાયો છે. સાથે ગટરોની સ્થિતિ પણ સમગ્ર વિશ્વમાં ક્યાંય ન હોય તેવું જોતા લાગે છે કે આ જવાબદાર વ્યક્તિઓ જુગાડ સિસ્ટમમાં માહેર હોઈ તેવી પરિસ્થિતિ છે પણ સૌથી સારું કામ જો થતું હોય તો તે છે જાહેરાતના આયોજન ! જેમ કે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવવા, કોઈ મોટા નેતા કે પદાધિકારીઓ .આવે તો રાતોરાત ખાડા બુરવા, દવાઓ છાંટવી સહિતના કામોમાં આ લોકો માહેર છે પણ દરેકનો સમય તો આવતો જ હોય છે. જનતા પાસે પણ એવું જ એક શસ્ત્ર છે જેને આપડે મતદાન કહીએ છીએ જો મતદાનનો ઉપયોગ યોગ્ય અને સાચી દિશામાં તથા સાચા સેવક તરફ થાય તો આ બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે.
સરકાર ને સૌથી વધુ વિદેશી હૂંડિયામણ રળી આપનાર સિરામિક સીટી મોરબી સાથે ઓરમાયું વર્તન કેમ રોડ રસ્તાઓ ભંગાર હાલતમાં ઉભરાતી ગટરો ગંદકી અને સાફસફાઈ નો અભાવ ટ્રાફિક જામની સમસ્યાઓ નો કાયમી ઉકેલ સતાધીશો ક્યારે લાવશે તેવાં સવાલો શહેરીજનો ઉઠાવી રહ્યા છે
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....
(1) વર્ષ:- 2005 પછી નિમણુંક થયેલ શિક્ષકો કર્મચારીઓને જૂની પેંશન યોજના લાગુ કરવા બાબત,
(2) બીએલઓની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો છે તો તમામ કેડરના કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપવી તેમજ બીએલઓના મેડીકલ કારણો હોય,સરકાર માન્ય અને આયુષ્યમાન કાર્ડની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં બાયપાસ ઓપરેશન કરાવેલ હોય,બધી જ ફાઈલ મામલતદાર કચેરીમાં રજૂ કરેલ...