ભારતીય ખેતી હવે પરંપરાગત ખેતીમાંથી આધુનિક ખેતી તરફ આગળ વધતી જાય છે. જેનું આગવું ઉદાહરણ છે ખેત સામગ્રીમાં આધુનિક ખેત સાધનોના ઉપયોગથી ટેક્નોલોજી આધારીત ખેતી. હાલ ભારતના ખેડૂતોએ ખેતીમાં આધુનિકરણ સ્વીકાર્યું છે અને સરકાર પણ આ માટે ખેડૂતોને અવાર-નવાર તાલીમ આપી તેને માર્ગદર્શનની સાથે સહાય પણ આપે છે તેમજ ખેડૂતો પાસેથી અભિપ્રાય પણ લે છે.
ખેડૂતોને ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી અને કૃષિ ઇજનેરી કોલેજ જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા કપાસ અને મરચીના પાકમાં જીવાત નિયંત્રણ માટે જંતુનાશક દવા બિવેરિયાના છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આજુ-બાજુના ગામના મળીને ૫૦ જેટલા ખેડૂત મિત્રોએ ભાગ લીધો હતો. આ નિદર્શનમાં ડ્રોન ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપી મિત્રો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો જેથી આ ડ્રોન ટેકનોલોજીમાં ખેડૂતની જરૂરિયાત મુજબના સુધારા વધારા કરી વ્યહવારું બનાવી શકાય. આ નિદર્શનમં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું
મોરબી અમદાવાદ, સુરત, રાજકોટ, અને રાજસ્થાનની ચાર યુવતી સહિત 11 ઝડપાયા
ગીર નેચરલ ફાર્મમાં ચાલતી પાર્ટી પર દરોડો પોલીસને બાતમી મળી હતી કે, અંબાળા ગામની સીમમાં આવેલા ગીર નેચરલ ફાર્મમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ માહિતી મળતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી...
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...