Monday, June 9, 2025

મોરબીના લીલાપર રોડ પર વૃદ્ધને ધોકા વડે મારમારી ત્રણ શખ્સોએ લુંટ ચલાવી 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના લીલાપર રોડ પર વિલસન પેપરમીલ સામે રવિ ટેલરની સામે વૃદ્ધના દિકરાએ એક શખ્સ વિરુદ્ધ કરેલ ફરીયાદનો ખાર રાખી ત્રણ શખ્સોએ કાર વૃદ્ધના મોટરસાયકલ સાથે ભટકાડી વૃદ્ધને પાડી દઈ કારમાંથી ધોકા સાથે ઉતરી ત્રણ શખ્સોએ વૃદ્ધને લાકડાના ધોકા વડે મારમારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી વૃદ્ધના ખીસ્સામાંથી ૫૦૦ રૂપિયાની લુંટ કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર વૃદ્ધે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ત્રિદેવનગર લીલાપર ગામમાં રહેતા અરજણભાઇ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.૬૬) એ આરોપી રવિભાઈ વાલાભાઇ ખાંભલા રહે. લીલાપર ગામ તા.જી. મોરબીવાળા તથા બે અજાણ્યા માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૧૦-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ પોણા સાતેક વાગ્યાના અરસામાં ફરીયાદીના દિકરા અમૃતભાઇએ આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા વિરૂધ્ધ ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખી આરોપી રવિભાઇ વાલાભાઇ ખાંભલા તથા તેની સાથે બે અજાણ્યા માણસો નંબર વગરની સ્વીફટ કાર લઇ આવી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-H-1808 વાળા સાથે સામેથી સ્વીફટ કાર ભટકાળી ફરીયાદીને મોટરસાયકલ સહીત પાડી દઇ ત્રણેય આરોપી સ્વીફટ કારમાંથી લાકડાના ધોકા સાથે ઉતરી ફરીયાદીના શરીરે આડેધડ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી ફરીયાદીના શર્ટના ખિસ્સામાંથી રૂા.૫૦૦/- ની લુટ કરી આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર અરજણભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૩૦૭,૩૯૨,૩૨૩,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર)(એસ),૩(૨)(૫) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર