Tuesday, June 10, 2025

મોરબી: સીરામીક કારખાનાના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીની હત્યા નિપજાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર ન્યુ રોયલ સીરામીક ફેક્ટરીના ગોડાઉનમાં એક ઈસમે પાંચ વર્ષની બાળકીને લાલચ આપી કારખાનાના ગોડાઉનમાં લઈ જઈ શરીરે અડપલા કરતા બાળકીએ અવાજ કરતા નરાધમે બાળકીને મારી નાખી હત્યા નિપજાવી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ ન્યુ રોયલ સીરામીક, લેબર ક્વાર્ટરમાં રહેતા ઇકરાન ઇરસાદખાન અબાસી (ઉ.વ.૧૯) એ આરોપી રવિભાઈ મનસુખભાઇ મેંદપરા જે ન્યુ રોયલ ટાઈલ્સના સેમ્પલ લેવાનું કામ કરે છે તેના વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ ફરીયાદીની દિકરી ઝારા ઉંમર આશરે પાંચ વર્ષ વાળીને કોઇ લાલચ આપી, ન્યુ રોયલ ફેકટરીના ગોડાઉનમાં લઇ જઇ, ફરીયાદીની દિકરી ઝારાના શરીરે અડપલા, ચેન-ચાળા કરતા, ફરીયાદીની દિકરી ઝારાએ અવાજ કરી દેકારો કરતા, કોઇ રીતે ફરીયાદીની દિકરી ઝારાને મારી નાખી મોત નિપજાવ્યું હતું. આ બનાવ અંગે ઇકરાને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૨,૩૫૪(એ)(૧) તથા એક્ટ પોક્સો એક્ટ કલમ -૧૨,૧૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર