તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપવામાં આવી હતી. સાથે સાથે શિયાળું પાકોની ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તાલુકા કક્ષાના મિલેટ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. વી. કે. ચૌહાણ દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તે માટેની પ્રેરણા તેમજ પ્રાકૃતિક કૃષિ અને યોજનાકીય માહિતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, ઇફકો તથા જીએનએફસી કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારની લાભકારી યોજનાઓ અને આધુનીક ખેતીના ઇનપુટો વિશે માહિતી મળી રહે. આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા સહિયારા પ્રયત્નો થકી સફળ બનાવવા મિલેટ મેળાનું આયોજન કરેલ હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ જિલ્લા ખેતીવાડી અધિકારી ડો. વી. કે. ચૌહાણ, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે. જી પલસાણીયા, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો. આર ભોરણિયા, તાલુકા અમલીકરણ અધિકારી એસ. બી. દલસાણીયા, સાણજા, વિસ્તરણ અધિકારી જુવાનસિંગ રાઠવા, ગ્રામસેવક તેમજ બહોળી માત્રામાં ખેડૂતભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા પાસે હિમાલયા પ્લાજા કોમ્પલેક્ષમા આવેલ “સ્પર્શ સ્પા એન્ડ સલુન" બોડી મસાજ સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ મોરબી AHTU ટીમે શોધી કાઢી એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
મોરબી AHTU ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે “ નેશનલ હાઇવે રોડ ઉપર રાણેકપર ગામના પાટીયા...
મોરબી જિલ્લામાં લોકોમાં દેશભક્તિનો માહોલ ઉભો કરવા આગામી ૦૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાની એક સમિતિની રચના પણ કરવામાં આવી છે.
આઝાદીના ૭૯ માં વર્ષના ભાગરૂપે પ્રજાના હૃદયમાં દેશભક્તિની લાગણી ઉત્પ્રેરિત કરવા તથા તિરંગા વિશે...
મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગકોડના ધારા -ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી....