“હું નહીં આપણે”ના મંત્ર સાથે ચાલતા સંગઠનનો વાર્ષિકોત્સવ ઉજવાયો
મોરબી તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 712 જેટલા કડવા-લેઉવા પાટીદાર શિક્ષકો જેનું ‘મોરબી પાટીદાર શિક્ષક સમાજ ‘નામનું સંગઠન કાર્યરત છે, જેઓ “હું નહીં આપણે “ની તાકાત સાથે સંગઠનમાં જોડાયેલા સભાસદો પોતાની સરકારી ફરજની સાથે સાથે મોરબીમાં વર્ષ દરમ્યાન યોજાતા સેવાકીય પ્રકલ્પો જેવા કે સમૂહ લગ્ન,બ્લડ ડોનેશન કેમ્પ જેવા કાર્યક્રમોમાં પોતાનું યોગદાન આપે છે,દર બે મહિને કાર્યકર્તાઓ મળે છે,જુદી જુદી સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા કરી એકમેકને મદદરૂપ થઇ સમસ્યા ઉકેલે છે.
જેમાં પ્રકાશભાઈ વરમોરા ધારા સભ્ય હળવદ , ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા,ડી.એમ.ઢોલ પી.આઈ. એલ.સી.બી- મોરબી, વગેરેની પ્રેરક ઉપસ્થિત તેમજ જિલ્લાના શિક્ષણ વિભાગના જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા,કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલિયા,ડેપ્યુટી ડી પી.સી. પ્રવિણભાઈ ભોરણીયા તેમજ શિક્ષક સંગઠનના મુખ્ય કાર્યકર્તાઓ દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ મુખ્ય શિક્ષક સંઘ વગેરેની હાજરીમાં બોર્ડની પરીક્ષા, જ્ઞાનસાધના, જ્ઞાનશક્તિ, શિષ્યવૃત્તિ,જવાહર નવોદય વિદ્યાલય, એનએમએમએસ જેવી પરીક્ષા, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, તેમજ સ્નાતક અનુસ્નાતક એમ.બી.બી.એસ. એમ.ડી.પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનાર 32 જેટલા તેજસ્વી તરલાઓનું અને વર્ષ દરમિયાન નિવૃત થયેલ 18 જેટલા શિક્ષક બંધુ ભગીનીઓનું સન્માન કરાયું હતું.
પ્રકાશભાઈ વરમોરા નવનિયુક્ત ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રાનું પણ સન્માન કરાયું હતું. કાર્યક્રમ શુભારંભ દીપ પ્રાગટય અને શૈલેષભાઈ ઝાલરીયા દ્વારા સૌના શાબ્દિક સ્વાગતથી થયો હતો.આ પ્રસંગે પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે આપ સૌના પ્રયત્નોથી મોરબી જિલ્લો શિક્ષણમાં શિરમોર છે અને માથાદીઠ આવકમાં પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે.એવી જ રીતે જેને સાંભળવા ગમે એવા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સરદાર વલ્લભભાઈ પટેલની વાતને યાદ કરી હતી કે એકવખત કોઈ અંગ્રેજ પત્રકારે સરદાર પટેલને પૂછ્યું કે *વોટ ઈઝ યોર ક્લચર? ત્યારે સરદાર પટેલે જવાબ આપ્યો કે અવર ક્લચર ઈઝ એગ્રીક્લચર* આપણે સૌ કણમાંથી બી ઉતપન્ન કરનારા છીએ, આપણે સૌએ એક બની નેક બની દેશના વિકાસમાં યોગદાન આપીએ છીએ, ત્યારબાદ નિલેશભાઈ રાણીપા જિલ્લા શિક્ષણાધિકારી-મોરબીએ પણ શિક્ષક તરીકેની નિષ્ઠાપૂર્વકની સેવાને અને સમગ્ર કાર્યક્રમના અદકેરાં આયોજન બદલ સંદિપ આદ્રોજા અને તમામ કન્વીનરશ્રીઓને ધન્યવાદ આપ્યા હતા.
દિનેશભાઈ વડસોલાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે *ઝાડ ટકે ઝુંડમાં એકલ ઉડી જાય* આજના સમયમાં સૌએ એક બની નેક બનીને રહેવાની અતિ આવશ્યકતા છે,ભલે કદાચ આપણા વચ્ચે મતભેદ હોઈ શકે પણ મનભેદ ન હોવા જોઈએ.પી.આઈ.શ્રી ઢોલ સાહેબે પોતાની શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમજ કાંતિભાઈ અમૃતિયા ધારાસભ્ય મોરબી-માળીયા ગાંધીનગર ખાતે કાર્યક્રમમાં વ્યસ્ત હોવાથી આવી શકેલ ન હોય એમનો તેમજ દુર્લભજીભાઈ દેથરીયા ધારાસભ્ય ટંકારા-પડધરી પણ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય એમનો શુભેચ્છા સંદેશ તેમજ પ્રવિણભાઈ અંબારિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ધ્રાંગધ્રા ખાતે અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોય એ તમામનો શુભેચ્છા સંદેશ વાંચી સંભળાવામા આવ્યો હતો.અંતમાં મોહનભાઈ કુંડારીયા સાંસદ ભારત સરકારે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં સૌ તેજસ્વી તારલાઓ તેમજ નિવૃત ગુરુજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. સાંપ્રત સમયમાં કૌટુંબિક એકતા, પારિવારિક એકતા,સામાજીક એકતાની સાથે સાથે દેશની એકતા અને અખંડિતતા જાળવવા ઉપર ભાર મુક્યો હતો અને પાટીદાર શિક્ષક સમાજના આ ત્રિવિધ કાર્યક્રમને બિરદાવ્યો હતો. આભાર વધી તુષારભાઈ બોપલીયા પ્રિન્સિપાલ માધાપરવાડી કુમાર શાળાએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષદભાઈ મારવણીયા, શૈલેશભાઈ ઝાલરીયા અશ્વિનભાઈ એરણીયા, સંજયભાઈ બાપોદરિયા વગેરેની ટીમે કર્યું હતું,સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ આદ્રોજા, રમેશભાઈ કાલરીયા ,જીજ્ઞેશ રાબડીયા, શૈલેષભાઈ કાલરીયા, શશીકાંત ભટા સણા,સંદીપભાઈ લોરીયા,અશોકભાઈ વસિયાણી,ગિરીશ કલોલા,મુકેશ બરાસરા, રમેશભાઈ ભાટિયા,રાજેશ મોકાસણા,અશ્વિનભાઈ દલસાણીયા, કિરણભાઈ કાચરોલા, સતીશભાઈ જીવાણી એ ખૂબ જહેમત ઉઠાવી હતી.આ સમારોહમાં નિવૃત થયેલ 15 જેટલા શિક્ષક ભાઈઓ બહેનો તરફથી વ્યક્તિગત રીતે રૂપિયા 1000/- નું યોગદાન પાટીદાર શિક્ષક સમાજને અર્પિત થયું હતું.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....