મોરબી સબ જેલ મોરબી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા જેલ સુધારાત્મક વહિવટ ની કચેરી (ગુજરાત રાજ્ય) ના સહયોગ થી નવ ચેતના યોગ શિબિર અંતર્ગત મોરબી સબ જેલ માં તા. ૦૨/૧૦/૨૩(ગાંધી જયંતિ) થી ૩૧/૧૦/૨૩ (સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ) સુધી સબ જેલના સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ અને બેહનોને યોગ તાલીમ તેમજ યોગ દ્વારા જીવનમાં કાયદા ની સમજ યોગ ટીચર જીજ્ઞેશભાઈ પંડિત, દિલીપભાઈ કંજારિયા, માધવીબેન વડાવીયા, શ્રુતિબેન વડાવીયા, યોગ કોચ રૂપલબેન શાહ, અંજનાબેન કાસુંદ્રા, પાયલબેન લોરિયા તેમજ કોર્ડિનેટર વાલજીભાઈ ડાભીએ સહયોગ આપેલ છે.
એક માસ ના યોગ તાલીમ પ્રોગ્રામ ને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલર પી.એમ.ચાવડા અને જેલ સ્ટાફનો પૂરો સહકાર રહેલ હતો. અને જેલ સ્ટાફ તેમજ બંદીવાન ભાઈઓ, બહેનો એ ઉત્સાહ સાથે ભાગ લીધેલ હતો.
મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ...
મોરબી જીલ્લા કલેકટર ઓફિસનુ તંત્ર ખાડે ગયું છે કલેકટર દ્વારા અરજદારોને સાંભળવામાં નથી આવતા તથા સાહેબ મીટીંગમા છે તેમજ અરજદારોને સાંભળીયા વગર અધિક કલેક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. જેથી દુરથી આવતા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્ય છે જેથી આ બાબતે યોગ્ય કરવા પૂર્વ સલાહકાર અને નાગરિક પુરવઠાના પી.પી....