મોરબી જિલ્લા વિકાસ અધિકારીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની કુલ ૧૦ ગ્રામ પંચાયત ખાતે એક મહત્વપૂર્ણ અને લોકોને પ્રેરણા આપનારો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ના લાભાર્થીઓના આવાસોમાં ફળદ્રુપ વૃક્ષ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આંબાના ૧૫૦ છોડનું પ્રતિકારક રૂપે વિતરણ કરાયું. આ...