ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પીવાના પાણીનો પ્રશ્નનો કાયમી ઉકેલ હડમતિયા ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનોના અથાગ પ્રયત્નો અને સહિયારા સહિયોગથી ઉકેલ
ટંકારા તાલુકાના હડમતિયા ગામે નવી લાઈનમાં કનેકશન આપી ચાલું કરેલ છે આ પ્રસંગે હડમતિયા ગામના સરપંચ તેમજ ગ્રામપંચાયતના સદસ્યો તથા ગ્રામજનોના સહિયારા સહિયોગથી ઉકેલ લાવતા હડમતિયા ગામમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે. જો હવે આ પીવાના પાણીની લાઇનમાં કોઈ કનેક્શન લેશે તેને બે લાખનો દંડ ફટકારવામાં આવશે. આ કનેક્શન કોણે લીધું છે તે બાતમી આપનારને દશ હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...
મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 23 ડિસેમ્બર 2025 સુધી 2025 પશુ પકડેલ છે. વિવિધ વિસ્તારમાંથી રખડતા ઢૌર પકડીને આજુબાજુની ગૌશાળા તથા પાંજરાપોળમાં મૂકવામાં આવેલ છે.
તદુપરાંત પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા 178 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવેલ છે. 18 લોકોને ઘાસ વેચાણ માટેની પરમિટ આપેલ...
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...