મોરબીના પીપળી ગામે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં નસીતપરના યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમમાં મારૂતી ચેમ્બર્સ એ.કે. કન્ટ્રકસન ઓફીસની બહાર ગાડીની સાફ સફાઈ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં નસીતપરના યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ નિલેષભાઇ અંબારામભાઇ સવસાણી ઉવ-૩૫ ધંધો -ટ્રાન્સપોર્ટ રહે. નસીતપર ગામ તા-ટંકારા જી-મોરબી વાળા ગઇ તા-૦૯/૧૧/૨૦૨૩ ના રોજ કોઇ વખતે પોતાની એ.કે.કન્સ્ટ્રકસન ઓફીસની બહાર ગાડીની સાફ સફાઇ કરતી વખતે ઇલેકટ્રીક શોર્ટ લાગતા સારવારમા મોરબી ખાનગી હોસ્પિટલમા લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img