વોટ્સએપ સ્ટેટ્સમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરનાર એસઓજી ટીમની ઝપટે

મોરબી: વોટ્સએપ સ્ટેટ્સમાં હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાવનાર શખ્સ તેમજ તેને હથિયાર આપનાર લાયસન્સ ધારક વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મળતી માહિતી મુજબ વોટ્સએપ સ્ટેટ્સમાં બારબોરના હથિયાર સાથેનો ફોટો અપલોડ કરી સમાજમાં ભય ફેલાય તેવું કૃત્ય આચરનાર મોરબી તાલુકાના જુનાબેલા (આમરણ) ગામે રહેતા આરોપી રફીકભાઈ ઉર્ફે ભોલો હસનભાઈ કટીયા નામના શખ્સને મોરબી એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈ આ શખ્સને પરવાના વાળું પોતાનું હથિયાર આપનાર રતીલાલ વેલજીભાઈ માલકીયા (ઉ.વ.૫૪) રહે. નવા માવનાગામ તા.જોડીયા જી. જામનગરવાળાની અટક કરી આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૯, ૩૦ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img