મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછારની હાજરીમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક અન્વયે આંગણવાડીના મકાન ફાળવણી, ખેડૂતોને વળતર ચુકવણી, જમીન દબાણ, વૃદ્ધ નિરાધાર પેન્શન સહાય, વિચરતી જાતીને જમીન વહેંચણી, સ્ટ્રીટ લાઈટ અને હિરાસર એરપોર્ટ જવા માટે એ.સી. બસ શરૂ કરવી વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
આ બેઠકમાં મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મિલકત વેરા શાખાના કર્મચારીઓ એ વોટ બજવણી અને સીલિંગ કામગીરી હાથ ધરી હતી. જે કામગીરી મોરબી મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા...
મોરબી મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનજમેન્ટ શાખા દ્વારા કલ્સટર-4 આવેલ ભડિયાદ વિસ્તારમાં નાયબકમિશનરએ સાઇટ વિઝિટ કરી આ વિસ્તારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
જેમાં સો-ઓરડી મેઇન રોડ, ચામુંડા નગર થી ઉમિયા નગર મેઇન રોડ, માળીયા વનાડીયા, સહિતના વિસ્તારોમાં કામ કરતાં સફાઇ કામદારોની નાયબ કમિશનર પ્રોજેક્ટ સંજયકુમાર સોની દ્વારા સાઇટ વિઝિટ કરી આ...
મોરબી શહેરમાં ઉમિયા સર્કલ થી દલવાડી સર્કલ સુધીનો કેનાલ પાસેનો સિમેન્ટ કોંક્રીટ રોડ બનાવીને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશન ગુજરાત પ્રદેશના કાંતિલાલ બાબર વાય મુખ્યમંત્રીને રજૂઆત કરી માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમા ઉમિયા સર્કલ જે શનાળા રોડ પર આવેલ છે. અને...