ગુજરાતમાં તાકાતવર સંગઠન નાં નિર્માણ માટે 15 ડિસેમ્બર થી શરૂ થશે સદસ્યતા અભિયાન
દરેક જિલ્લામાં પત્રકાર સ્નેહ મિલન નું આયોજન : ગાંધીનગર ખાતે મળેલ ABPSS ની કોર કમિટી બેઠકમાં લેવાયા અનેક નિર્ણયો
ગાંધીનગર : ગાંધીનગરના અખબાર ભવન ખાતે આજરોજ મળેલ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (રજી.) ની પ્રદેશ કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ગુજરાતમાં પત્રકાર સુરક્ષા કાનૂન ની લડત તેજ બનાવવા માટેની રૂપરેખા ઘડી કાઢવામાં આવી હતી. આ પ્રદેશ કોર કમિટી ની બેઠકમાં ઉપસ્થિત રહેલા સંગઠન નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ જણાવ્યું હતુ કે દેશનાં 20 થી વધુ રાજ્યોમાં પત્રકારો નાં હિત માટે સતત સંઘર્ષરત સંગઠન નાં ગુજરાત વ્યાપી વિસ્તરણ માટે તમામ ગુજરાતના જિલ્લાઓમાં આગામી 15 ડિસેમ્બર થી સ્નેહ મિલન કાર્યક્રમો નું આયોજન કરવામાં આવશે જેની શરૂઆત જામનગર જિલ્લા થી કરવામાં આવશે. સંગઠન સાથે જોડાયેલા પત્રકારો નાં સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓ સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવી છે. ગુજરાતમાં પત્રકારો પર અસામાજિક તત્વો ની કનડગત વધી રહી છે ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તેના એકમાત્ર સહારા તરીકે કાર્યરત છે. સરકાર દ્વારા નાના અને મધ્યમ અખબારો નો એકડો કાઢી નાખવાની નીતિનો તેમણે વિરોધ કર્યો હતો. ડિજિટલ પ્લેટફોર્મ પર એક્ટિવ વ્યક્તિઓ માટે પણ યોગ્ય પોલીસી બનાવવા તેઓ સરકાર સમક્ષ માંગ રાખશે. સંગઠન નું પ્રદેશ માળખું હાલ તુરંત વિખરી નાખવાનો નિર્ણય સર્વ સંમતિ થી લેવામાં આવ્યો હતો અને 33 જિલ્લાની યાત્રા બાદ સક્રિય પત્રકારો નો સમાવેશ કરી તેનું પુનર્ગઠન કરવામાં આવશે. આજની બેઠકમાં નેશનલ કાઉન્સિલ મેમ્બર બાબુલાલ ચૌધરી, મીનહાજ મલિક, દિનેશભાઈ ગઢવી, સુજલ મિશ્રા,ધવલ માકડિયા, સમ્રાટ બૌદ્ધ,મુસ્તાક દિવાન,બહાદુરસિંહ પરમાર, જનકસિહ નેહરા, નુરુદ્દીન કપાસી, પંકજ પટેલ,ઈમ્તિયાઝ ગજન, અશોક ખાંટ,ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયવીર યાદવ, દિનેશભાઇ શર્મા, દશરથભાઇ કાટીયા, જયંતિભાઇ ઠાકોર સહિતનાં પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં ભારત કો...
માળીયા થી રાજકોટ જતા અને મોરબી મધ્યે થી નીકળતા હાઇવેની વચ્ચે નાખેલ સ્ટ્રીટ લાઇટો જે ભક્તિનગર સર્કલ બ્રિજ થી ભગવાન પરશુરામ બ્રિજ સુધીની સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે જે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા મોરબીના જાગૃત નાગરિક ચાવડા નિલેષભાઈએ કલેકટરને રજૂઆત કરી માંગ છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે હાલમાં મોરબી નગરપાલિકામાંથી...
સમગ્ર ભારતના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રીને સંબોધન કરી તારીખ ૧૫ સપ્ટેમ્બર સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર અપાયું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ (ABRSM) દ્વારા આજે તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સમગ્ર ભારતના તમામ જિલ્લાઓ પર જિલ્લા કલેકટરને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધન કરતું આવેદનપત્ર આપાયું. સંગઠન દ્વારા તા. ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫ના ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા...