મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામમાં દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી ખાનપર ગામે જાહેર રસ્તા પર શૌચાલય, સિમેન્ટનો ઢાળીયો અને એક રૂમ જેટલું બાંધકામ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ એમ છાસીયા, વિસ્તરણ અધિકારી સી એમ ભોરણીયા, તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઈ નકુમની ટીમે આજે પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે આસામીઓ દ્વારા કરવામાં આવેલ દબાણો હટાવવાની કામગીરી કરી હતી પોપટભાઈ ભલાભાઈ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય, ઓધવજીભાઈ બચુભાઈ જાકાસણીયા દ્વારા સિમેન્ટનો ઢાળીયો અને દિનેશભાઈ મગનભાઈ જાકાસણીયા દ્વારા પશુ દવાખાના વાળી શેરીમાં એક રૂમ જેટલું બાંધકામ કરી દબાણ કર્યા હોય જેથી અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ આખરી નોટીસો આપવામાં આવી હતી છતાં દબાણો દુર કર્યા ના હોય જેથી ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજાની સુચના અનુસાર દબાણો હટાવવામાં આવ્યા હતા.
