મોરબી-માળીયા રોડ પર રામદેવ હોટલમાંથી ૧૪૫ ગ્રામ અફિણના રસના જથ્થા સાથે એક ઝડપાયો ; એક ફરાર
માળિયા (મી) : મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી ૧૪૫ ગ્રામ અફિણના રસના જથ્થા સાથે એક ઈસમને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી – માળિયા નેશનલ હાઇવે રોડ પર ભીમસર ચોકડીના ઓવરબ્રિજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતે રહેતા અને હોટલ સંચાલક તરીકે કામ કરતા આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.૩૮) એ આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળા પાસેથી છુટક વેચાણ કરવા અને નશો કરવા સારૂ પોતાના કબ્જા ભોગવટા વાળી રામદેવ હોટલ રાખેલ ૧૪૫ ગ્રામ માદક પદાર્થ અફિણના રસનો જથ્થો કિં રૂ.૧૪૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૨૦૦૦ તથા રેકજીનનો થેલો કિં રૂ.૧૦૦ મળી કુલ કિં રૂ. ૧૬૬૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી વેહનારામ દલારામ ચૌધરી (ઉ.વ.૩૮) ને મોરબી એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ રહે. સિણધરી (રાજસ્થાન) વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ -૮(સી),૧૭(બી), ૨૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.