મોરબી: મોરબીમાં શક્તિચેમ્બરની બાજુમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં શક્તિચેમ્બરની બાજુમાં આરોપી ગોપાલભાઈ વિનુભાઈ સિતાપરા (ઉ.વ.૩૦) રહે. લાલપર, નવા પ્લોટ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૭૫૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
