મોરબીના સંસ્કાર ઇમેજિંગ જી.આઈ.ડી.સી.ના સભાખંડમાં યોજાનાર શિબિર માટે રજીસ્ટ્રેશન શરૂ
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે અને હમણાં હમણાં ઘણા નાના બાળકો,યુવાનો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ચૌદ દિવસીય ધ્યાન શિબિર આગામી તા.17.12.23 થી પ્રારંભ થઈ રહી છે, જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજ – યોગાસન – આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા.સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) નામે પ્રચલિત છે
SSY ની શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે મોરબીના જાણીતા યોગ ટીચરના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા શિબિરમાં જોડાવા અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
સમગ્ર જગતના લોકોએ પણ ભારતની ઋષિ પરંપરા એવા યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે સ્વામિનારાયણ સંસ્કાર ધામ મોરબી ખાતે તા.17.12.2023 રવિવારથી શિબિર શરૂ થશે જેમાં જાણીતા યોગ ટીચર માર્ગદર્શન હેઠળ દશ દિવસ સુધી મોરબી ખાતે યોગ અને પ્રાણાયામ ખુબજ વ્યવસ્થિત રીતે, સાયન્ટિફિક રીતે સિસ્ટમેટિક રીતે દરોજ ત્રણ કલાક જ્ઞાન મેળવવા, યોગ પ્રાણાયામ શીખવા તેમજ જીવન જીવવાની સાચી રીતેનું ભાથું પ્રાપ્ત કરવા નવનીતભાઈ કુંડારિયા મો.9825224898,ધ્રુવ દેત્રોજા મો. 9913111202 અને અંબારામ કવાડિયા મો.9825263142 પર રજીસ્ટ્રેશન કરવા જણાવાયું છે.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...