ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી.કારીયા સહીત ના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતી માં નેત્રમણી કેમ્પ યોજાયો.
અત્યાર સુધી ના ૨૭ કેમ્પ માં કુલ ૮૫૯૪ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે.
જે અંતર્ગત તા.૪-૧૨-૨૦૨૩ સોમવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૯૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૪૬ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.ચંદ્રિકાબેન ચુનીલાલ કોટક પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો. આ તકે ગુજરાત હાઈકોર્ટ ના રીટાયર્ડ જજ ડી.જી. કારીયા સાહેબ સહીત ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૬ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૮૩૦૪ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૫૮૬ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૯૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૪૬ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકભાઈ ચંડિભમર, અરવિંદભાઈ સોમૈયા,પારસભાઈ ચગ,સંજય હીરાણી, હીતેશ જાની,મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
મોરબી જીલ્લામા અલગ અલગ જગ્યાએથી મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી એક ઇસમને ચોરીમાં ગયેલ કુલ કી.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી બે મોટર સાયકલો તથા એક સેન્ટ્રો કારની...
રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન માનનીય મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની સાથે લાતી પ્લોટ વિસ્તારની પાણી ભરાવવાની તથા ખરાબ રસ્તાની સમસ્યાના નિરાકરણ માટે કમર કસી છે.
રાજ્ય સરકારના માર્ગ સમારકામ...