બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લાના વાંકાનેર અને માળીયા તાલુકામાં બાગાયતી યોજનાઓ માટે માર્ગદર્શન આપવાના હેતુથી ખેડૂત શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખેડૂત શિબિરમાં મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપી તેનો વધુને વધુ લાભ ખેડૂતો કઇ રીતે લઈ શકે તે અંગે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત, પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લઈને વિવિધ યોજના અને તેના લાભ વિશે માહિતી મેળવી હતી.
આજે મોરબી મહાનગર પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને મહેન્દ્રનગર ચોકડી પાસે, ફાયર એન્ડ રેસ્ક્યૂ મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં ફાયર કંટ્રોલ ઉપર ૦૫:૪૩ વાગ્યે કોલ આવેલો હતો કે બે કેઝ્યુલિટી ફસાયેલી હતી અને નવરાત્રીના પંડાલની સાઈડમાં આગ લાગેલી હતી. મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી...
ખેતરમાં 'રોટાવિટર મશીન' માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિમાં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દીને લાવવામાં આવ્યું હતું.
આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક...
મોરબી જીલ્લામાં દેશી દારૂનું દુષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેની ઝપેટમાં અનેક પરિવારો બરબાદ થઇ રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના કાલીકાનગર ગામની સીમમાં વનરાવન હનુમાનજી મંદિર પાસે આવેલ પાણીના વોંકળામાંથી દેશી દારૂની ચાર ભઠ્ઠી ઝડપી પાડી કુલ કિં રૂ.૭૬,૪૦૦ નો મુદામાલ તાલુકા પોલીસે કબ્જે કર્યો છે તેમજ...