મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના ત્રાજપર ચાર રસ્તા નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ક્રિષ્ના સ્કુલની બાજુમાં સતનામ બી/૧૦૧,મા રહેતા ડેનીશભાઈ મનસુખભાઇ સાપરીયા (ઉ.વ.૪૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૨-૧૨-૨૦૨૩ ના રોજ કોઈ પણ વખતે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-M-0119 વાળુ જેની કિંમત રૂ. ૨૦,૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાથી ભોગ બનનાર ડેનીશભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img