મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે તેમજ હાલમાં ભોજનમાં મિલેટ જાડા ધાનનો ઉપયોગ ખુબજ ઓછો થઈ ગયો છે ત્યારે મિલેટનો ઉપયોગ લોકો વધુને વધુ કરે અને એમડીએમમાં પણ મિલેટનો ઉપયોગ કરીને કેવી કેવી વાનગી બનાવી શકાય ? એ માટે મામલતદાર કચેરી,મધ્યાહ્નન ભોજન શાખા દ્વારા અત્રેની માધાપરવાડી કન્યા શાળા ખાતે પી.એમ.પોષણ અંતર્ગત શાળાઓમાં ચાલતા મધ્યાહ્નન ભોજનના રસોડાના સંચાલક કુકિંગ સ્ટાફ માટે કુકિંગ કોમ્પિટિશ યોજાઈ હતી જેમાં ગિબ્સન મિડલ સ્કૂલના સંચાલક ઠાકર તન્વીબેન જયદીપભાઈનો પ્રથમ નંબર, તેમજ વજેપરવાડી શાળા અને કોમલબેન હર્ષદભાઈ ગોર ખીજડિયા શાળાના હેતલબેન મેસવાણીયા બંને માર્ક સરખા થતા ચિઠ્ઠી નાખી બીજો ત્રીજો નંબર નક્કી થતા હેતલબેનનો બીજો અંર કોમલબેનનો ત્રીજો નંબર થયો હતો. સ્પર્ધકોએ બાજરાના લોટમાંથી બનાવેલ મુઠીયા, વઘારેલો રોટલો,ઢોકળા, મસાલા રોટલો, બાજરીના ગોલ ગપ્પા, બાજરાના પુડલા, બાજરાની ખીચડી,બાજરાની સુખડી,રાગીના ઉપમા વગેરે વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી કુલ 6 નિર્ણાયકોએ તમામ સ્પર્ધકોની વાનગીઓનું ઝીણવટ પૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કુલ 600 માર્કમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર નક્કી કર્યા હતા સ્પર્ધામાં કૌશિકભાઈ ગામી નાયબ મામલતદાર અને ખાખરીયા એમ.ડી.એમ.નાયબ મામલતદારની ઉપસ્થિતમાં મયુરીબેન ઉપાધ્યાય સીડીપીઓ, પાયલબેન ડાંગર, ઉમેશભાઈ પટેલ સી.આર.સી. કો.ઓ. કો.ઓર્ડીનેટર કાળુભાઈ વી.પરમાર અધ્યક્ષ એસ.એમ.સી. વગેરે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ.બી.મકવાણા વગેરેએ નિર્ણાયક તરીકે તમામ વાનગીઓનું ઝીણવટપૂર્વક અવલોકન કરીને કુલ 600 ગુણમાંથી ગુણ આપ્યા હતા, મધ્યાહ્નન ભોજન કચેરીના સ્ટાફ પ્રિટેશભાઈ તેમજ મહાદેવભાઈ ઉંટવડિયા,બળવંતભાઈ સનારીયા, મધ્યાહ્નન ભોજન સંચાલક મંડળના હોદેદારો વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન, આયોજન, વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.
મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા મોટા વાહન નીચે પડતું મુકતાં આધેડનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના વતની કમલ ભોગીરામ પરમાર (ઉ.વ.૪૯) નામના આધેડે પોતાની જાતે મોરબી કચ્છ હાઈવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ સામે હાઈવે રોડ ઉપર પસાર થતા...
મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મોટી વાવડી ગામની સીમમાં વાડી વિસ્તાર રાજેશભાઈની વાડીએ અમીરચંદ સીતારામ ડાવર (ઉ.વ.૩૫) નામના યુવકે કોઈ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...