મોરબીમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી નવલખી રોડ સેન્ટ મેરી ફાટક નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી નવલખી રોડ સેન્ટ મેરી ફાટક નજીક રોડ પરથી આરોપી તરૂણભાઈ ઉર્ફે કિશન અરવિંદભાઈ આંકવીયા ઉ.વ.૨૫ રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક શેરી નં -૦૪ મકાન નંબર -૮ મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૨ કિં રૂ. ૧૦૪૦ તથા ચપલા નંગ -૦૫ કિં રૂ.૫૦૦ મળી કુલ કિં રૂ. ૧૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img