ટંકારા તાલુકાના સજનપર ગામે તા. 19/12/2023 ના રોજ રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સૂર્ય નમસ્કાર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ
જેમાં શ્રી સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ મંત્રોચ્ચાર સાથે સૂર્યનમસ્કાર કર્યા હતા તેમજ ગ્રામ્ય કક્ષાએ 19 થી 40 વર્ષના વયજુથમાં સજનપર ગામના જ યુવાન સાગર દલસુખભાઈ ફેફર ને શાળાના નોડલ શિક્ષિકા બહેન વિરમગામા મીનાબેન ડી. એ યોગ્ય મૂલ્યાંકન કરી પ્રથમ ક્રમે વિજેતા કરેલ છે. ખૂબ જ ગર્વની વાત છે કે સાગરભાઈ જ્યારે ધો.7 માં હતા ત્યારથી જ તેમણે સંકલ્પ કરેલ હતો કે હું દરરોજ સૂર્ય નમસ્કાર કરીશ જ અને આ સંકલ્પને સિદ્ધ કરી બતાવેલ અને આજે તેઓ દરરોજના 108 સૂર્યનમસ્કાર કરે છે. સાગરભાઈએ શાળાના બાળકોને સૂર્યનાસ્કાર વિશે ખૂબ જ શ્રેષ્ઠ માહિતી આપી હતી.
આ તકે સમગ્ર આયોજન બદલ શાળાના નોડલ શિક્ષક વિરામગામા મીનાબેન તેમજ સમગ્ર સ્ટાફ અને સાગરભાઈ ફેફરને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭ કિં રૂ.૧૩૬૬૨ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે ફરાર...