નર્મદા બાલઘર દ્વારા ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવે છે. જેવી કે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ડિજિટલ ડ્રોઈંગ, કરીકયુલમ(સાયન્સ), કોડિંગ, ઓગમેન્ટેડ રિયાલિટી, ડ્રોન તથા ૩ડી પ્રિન્ટિંગ વગેરે શીખવવામાં આવે છે.
3ડી પ્રિન્ટરના પ્રવાહમાં હાલ ૩૦,૦૦૦ બાળકો જોડાયેલા છે. જેમાં પ્રથમ બેચ પુરી થતા તેમાં આવનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને તેમને શીખવા દરમ્યાન બનાવેલ વસ્તુ આપવામાં આવી.
વિદ્યાર્થી તેમજ મોરબીના લોકો માટે હજી જાન્યુઆરી મહિના સુધી આ તમામ કોર્ષ ફ્રી શીખવવામાં આવશે, તો મોરબીના લોકો માટે આ ઉત્તમ તક કહેવાય જેનો વધારે લાભ લઇ શકાય તે માટે મોરબીના લોકોને આહવાન.
હળવદ તાલુકાના કેદારીયા ગામ નજીક આવેલ નર્મદા કેનાલમાં કોઈ કારણસર અજાણ્યો પુરુષ ઉ.વ.૨૫ વાળો યુવક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવકને સારવાર અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. જેથી હળવદ તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં આવેલ જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની છ બોટલ સાથે એક મહિલાને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસને...
માળીયા મીંયાણા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રૂપીયા ૧૯૦૦ ના મુદ્દામાલ માળિયા પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળિયા તાલુકાના બગસરા ગામે મેલડી માતાજીના મંદિર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઇસમો વિપુલભાઈ...