GPCB ક્લોઝર નોટિસ નો ઉલાળીયો ? પેટકોક થી આજે પણ ખુલ્લેઆમ ચાલતા કેટલાક સિરામિક યુનિટો
મોરબી તા 29: મોરબીના રીડ સમાન ઉદ્યોગ સીરામીક એકમો માંથી કેટલાક યુનિટો પેટકોક નો ઉપયોગ કરી ભયંકર પ્રદૂષણ ફેલાવી રહ્યા છે
કેટલાક દિવસ પહેલાંના એક અખબારી અહેવાલ બાદ GPCB એ ૬ જેટલા યુનિટોને ક્લોઝર નોટીસ ફાળવી પેટકોટ વપરાશ પર કાબુ મેળવવા દેખાડો કર્યો હતો પરંતુ GPCB ની શાખ અને આબરૂને કોરાણે મૂકી હજુ પણ બેરોકટોક અને ખુલ્લેઆમ કેટલા યુનિટો પેટકોકનો ઉપયોગ કરી GPCB ને ખુલ્લી ચુનોતી આપી રહ્યા છે
સાથે સાથે GPCB ની આબરૂ ના કાકરા પણ ખેરવી રહ્યા છે અથવા તો GPCB ની સાંઠગાંઠ થી ખુલ્લેઆમ પેટકોક નો વપરાશ કરી પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે
મોરબી સિરામિક ઉદ્યોગનું હબ ગણાય છે ત્યાં હજારો ની સંખ્યા સિરામિક ઉદ્યોગની ફેક્ટ્રીઓ આવેલી છે જેમાં એક સમયે સિરામિક ફેક્ટ્રીઓમાં ઇંધણ તરીકે કોલસાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો હતો જેના પર સરકાર દ્વારા લગામ ખેંચવામાં આવી હતી કેમ કે કોલસાના વપરાશ થી પ્રદૂષણ ફેલાઇ રહ્યું હતું ત્યાર બાદ ગુજરાત ગેસ દ્વારા મોરબી સિરામિક ઉધોગને નેચરલ ગેસ ની સવલત આપવામાં આવી જેથી હાલમાં પણ મોટા ભાગના ઉદ્યોગોમાં ગેસ વપરાશ થઈ રહ્યો છે
પરંતુ હાલમાં કેટલાક ઉદ્યોગપતિ ઓ દ્વારા અંગત ફાયદા માટે પેટકોક નો વપરાશ કરવામાં આવે છે જેનો મોરબીનાં મોટા ભાગના ઉદ્યોગોપતિઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે જેની ફરીયાદ છેક ગાંધીનગર જીપીસીબી સુધી કરવામાં આવી હતી જેના સમાચાર પણ ગત તારીખ 02/11/2023 નાં રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા
પણ ત્યાર બાદ મોરબીનાં જીપીસીબી નાં સ્થાનિક અધિકારી દ્વારા મોરબીમાં છ જેટલા સિરામિક એકમોને નોટીસ આપવામાં આવી હોઈ તેવા સમાચાર પણ કેટલાક અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા પરંતુ મોરબી જિલ્લામાં આજની તારીખમાં ઘણા ખરા સિરામિક એકમોમાં બે રોક ટોક વપરાશ થઈ રહ્યો છે
જો મોરબી જીપીસીબી એ છ જેટલા યુનિટો ને નોટીસ આપી હોઈ તો હજુ આ કેટલાક એકમોમાં વપરાશ થઈ રહ્યો છે તે અધિકારીને નથી દેખાઈ રહ્યું? કે પછી કહેવા અને કરવા ખાતર અમુક એકમોને નોટીસ આપી હશે અને અમુક એકમોને નોટીસ આપી ને સંતોષ માની લીધો છે
જો આ બાબતે એક ને ગોળ અને એક ને ખોળ ની નીતિ મૂકી ને મોરબીમાં જેટલા પણ સિરામિક યુનિટો માં વપરાય રહેલા પેટકોક નાં વપરાશ ને અટકાવવો જોઈએ તેવી ઉદ્યોગપતિ ઓના મુખે ચર્ચા થઈ રહી છે