Sunday, May 25, 2025

લોકસભા ચુંટણી -2024 અનુસંધાને મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાન મોરબીના વિવિધ સ્થળોએ ફેરવી લોકોને માહિતગાર કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત રાજ્યના તા.૧૯/૧૨/ ૨૦૨૩ ની સુચનાથી લોકોમાં ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધે તે માટે ૬૫- મોરબી વિધાનસભા મતદારવિભાગ, ૬૬-ટંકારા વિધાનસભા મતદારવિભાગ, ૬૭- વાંકાનેર વિધાનસભા મતદારવિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય ભીડભાડ વાળા સ્થળો જેમ કે, શાક માર્કેટ, મોટો ચોક, બસ સ્ટેન્ડ વિગેરે આવરી લેવામાં આવે તે રીતે કાર્યક્રમ સુચી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધીની તૈયાર કરવામાં આવેલ છે જે મુજબ મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન(MDV) વિવિધ સ્થળોએ ફેરવવામાં આવશે અને લોકોને માહિતગાર કરવામાં આવશે.

મોરબી જિલ્લાની હેડકવાટર કચેરી, સબ-ડીવીઝન કચેરી ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર (EDC) બનાવવામાં આવશે જયા લોકોને ઈવીએમ-વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તથા જાગૃતિ વધારવા માટે કામગીરી કરવામાં આવશે.

જેથી તા.૦૧/૦૧/૨૦૨૪ થી ૨૯/૦૨/૨૦૨૪ સુધી મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV) અને ઈવીએમ નિદર્શન કેન્દ્ર (EDC)ની વધુમાં વધુ લોકો મુલાકાત લે અને લોકો ઈવીએમ-વીવીપેટ નું જ્ઞાન અર્જિત કરે તેવી મોરબી જિલ્લાના તમામ નાગરિકોને મોરબી જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડયા દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર