Sunday, May 25, 2025

વાંકાનેરના સતાપર ગામના સરપંચને નાણાકીય ઉચાપત મામલે હોદ્દા પરથી દૂર કરતાં ડીડીઓ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેર તાલુકાના સતાપર ગામના મહિલા સરપંચ દ્વારા પોતાના પતિ અને પોતાના સાવકા પુત્રના નામે ગ્રામ પંચાયતમાં ખોટા વાઉચર બનાવી પૈસાની ચુકવણી કરી નાણાકીય ઉચાપત કરતા બાબતની જાણ મોરબી જીલ્લા વિકાસ અધિકારીને થતા તેમણે તાત્કાલિક આ મામલે કડક પગલાં લેતા મહિલા સરપંચને ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કરતાં ખળભળાટ મચી ગયો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ સત્તાનો દુરૂપયોગ કરી તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ 04 કામો તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ 05 કામો માટે વાઉચરો બનાવી ગ્રામ પંચાયતમાંથી નાણાંની ચુકવણી કરેલ હોવાનું સામે આવ્યું હતું

જેથી આ મામલે સરપંચ જીલુબેને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોતાનું નાણકીય હિત સાધેલ હોય, જેની જાણ મોરબીના જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાને થતા તેમણે કડક પગલાં ભરતાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સતાપર ગ્રામ પંચાયતના સરપંચ પદેથી દૂર કર્યા છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર