મોરબીના મહાસંઘ દ્વારા અધિકારી – પદાધિકારી મહાનુંભાવોનું સ્વાગત અભિવાદન
મોરબી જિલ્લાના નવનિયુક્ત ડીપીઈઓ નમ્રતાબેન મહેતાનું મહાસંઘ દ્વારા સ્વાગત કરાયું
જિલ્લા શિક્ષણ સમિતિના નવ નિયુક્ત ચેરમેને દિનેશભાઈ વડસોલાની કામગીરીની કદર રૂપે સાલ ઓઢાડી સન્માન કર્યું
મોરબી,અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે *રાષ્ટ્ર કે હિતમેં શિક્ષા,શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક હિતમેં સમાજ* ના ધ્યેય સૂત્ર સાથે કામ કરતું અને બાળકના હિતને સર્વોપરી રાખી કામ કરતા સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકોના કામો માટે અધિકારી પદાધિકારીઓને મળવા જવાનું હોય તો શાળા સમય બાદ જ મળે છે જેથી બાળકોના શિક્ષણને અવરોધ ન થાય એ બાબતને ધ્યાનમાં રાખી શનિવારના રોજ શાળાનો સમય સવારનો હોય મહાસંઘના કાર્યકર્તાઓએ આજે જિલ્લા પંચાયત ખાતે જેઠાભાઈ પારેધી,નથુભાઈ કડીવાર બંને ભાજપ અગ્રણી તેમજ નવનિયુક્ત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમ્રતાબેન મહેતા અને છેલ્લા એક વર્ષથી ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે સંનિષ્ઠ કામગીરી કરનાર પ્રવિણભાઈ અંબારીયા વગેરે અધિકારી, પદાધિકારીઓ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી, સાલ ઓઢાડી, ક્રાંતિકારીઓની છબી તેમજ સ્વતંત્રતાના શૂરવીરો પુસ્તકથી સ્વાગત,અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા,સંદીપભાઈ આદ્રોજા, હિતેશભાઈ પાંચોટીયા રાજેશભાઈ મેરા,રોહિતભાઈ ચીકાણી,ડાયાલાલ બારૈયા, સતિષભાઈ પટેલ,મહેશભાઈ આદ્રોજા, ભરતભાઈ રાજકોટિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. મૂલાકાતમાં સૌએ સાથે મળી શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
