માળિયાના ભાવપર ગામેથી ઈંગ્લીશ દારૂની 150 બોટલો સાથે એક ઝડપાયો
માળિયા (મી): માળિયાના ભાવપર ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૫૦ કિ.રૂ.૫૫,૫૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.
મોરબી એલ.સી.બી. સ્ટાફ માળીયા મી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હોય તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મી. તાલુકાના ભાવપર ગામની સીમ સુઝલોન પવન ચક્કિની ઓફીસની સામે બાવળની કાંટમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ છે. અને તેની હેરાફેરી ચાલુ છે તેવી ચોકકસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૫૦ કિં રૂ. ૫૫૫૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી સાગરભાઇ રામૈયાભાઈ નાનકાભાઇ સવસેટા ઉ.વ.૨૮ રહે. વવાણીયા રામજી મંદિર વાળી શેરી ઉપરકોટ, તા. માળીયા મી. જી. મોરબી મળી આવતા માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે. તથા અન્ય એક ઈસમ વશરામભાઇ રબારી રહે. ગાંધીધામ જી. કચ્છવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.