મોરબીના ધરમપુર ગામે જવાના કાચા રસ્તેથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી તાલુકાના ધરમપુર ગામે જવાના કાચા રસ્તા પરથી દેશી તમંચા સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે જવાના કાચા રસ્તા પરથી આરોપી મકસુદભાઈ ઉર્ફે ટાલો મુસાભાઈ ચૌહાણ (સિપાઈ) ઉ.વ.૩૫ રહે. લાતી પ્લોટ શેરી નં -૦૫ બી.એસ.એલ. એન ઓફીસની બાજુમાં મોરબી મૂળ રહે નસીતપર તા. ટંકારાવાળાએ પોતાના પેન્ટના નેફામા ગેરકાયદેસર હથિયાર હાથ બનાવટનો જુનો દેશી તમંચો હથિયાર નંગ -૦૧ કિં રૂ. ૫૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧-બી) એ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img