મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી : મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૭ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટીમાં આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા (ઉ.વ.૨૩) રહે. હાલ મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટી, સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટીયા (ઉ.વ.૨૨) રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબીવાળાના રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૭ કિં રૂ. ૨૫૯૩૫ ના મુદ્દામાલ સાથે આરોપી સુરેશભાઈ રતનભાઈ બરાલા (ઉ.વ.૨૩) રહે. હાલ મોરબી વાવડી રોડ ઉમીયા પાર્ક સોસાયટી, સુઝલભાઈ ચંદુભાઈ પાંચોટીયા (ઉ.વ.૨૨) રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબીવાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક ઈસમ કેતનદાન મહેન્દ્રદાન બારહટ રહે. મોરબી વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img