શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું
જેમાં શાળાના બાળકો અભ્યાસની સાથે સાથે બહારની દુનિયા સાથે પ્રત્યક્ષ રીતે જોડાઈ શકે એવા ઉમદા હેતુથી PM SHRI શાળા અંતર્ગત ધો. 3 થી 5 ના બાળકોને ફિલ્ડ વિઝીટ અંતર્ગત રતનપર શ્રી રામ મંદિર, રામવાન રાજકોટ, સાયન્સ સિટી રાજકોટ તેમજ ફન વર્લ્ડ જેવા વિવિધ સ્થળોની મુલાકત લેવામાં આવી હતી તેમજ બાલવાટીકા અને ધો.1 અને 2 ના બાળકો માટે કામધેનુ ગાર્ડન, ત્રિમંદીર, રોકડિયા હનુમાન અને ખોખરા હનુમાન જેવા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં દરેક બાળકોએ ખૂબ જ મજા કરી હતી સાથે સાથે તેઓને અભ્યાસમાં ઉપયોગી થાય એવી ઘણી બધી માહિતી મેળવી હતી.
સમગ્ર પ્રવાસમાં સુચારુ વ્યવસ્થા જાળવવા શાળાના શિક્ષકો અદ્રોજા, કેતનભાઈ, કાસુન્દ્રા ચંદુલાલ, ભીમણી મધુબેન, આરદેશણા રેખાબેન, ખૂંટ પૂનમબેન અને વિરમગામાં મીનાબેનને આચાર્ય અલપેશભાઈ પુજારા એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
મોરબી તાલુકાના સોખડા નવા ગામે રહેતા યુવકે તેમના કાકા સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતાં જેનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સોખડા ગામે રહેતા...
મોરબી શહેર તેમજ જીલ્લામાં વ્યાજખોરોએ માજા મુક્યા છે મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં બેફામ વ્યાજની ઉઘરાણી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકનસર ગોકુલનગરમા રહેતા યુવકે આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય જેની મૂળ મુદલ રકમ ચુકવી દીધેલ હોવા છતાં આરોપીઓએ પઠાણી ઉઘરાણી કરી યુવકની સહી વાળા બે ચેક...
ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન કૌભાંડ આચરવાનો પ્રયાસ
મોરબી જીલ્લો અને શહેર જાણે જમીન કૌભાંડીઓનુ હબ બની ગયો હોય તેમ એક પછી જમીન કૌભાંડનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે વજેપર સર્વે નંબર ૬૦૨ બાદ વધુ એક જમીન કૌભાંડનો વજેપર વિસ્તારમાં પર્દાફાશ થયો છે જેમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન વેચવાનો પ્રયાસ...