પ્રમુખ દંપતિને આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ
સતત ૧૫ વર્ષ થી ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીમાં પ્રમુખ તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વમાં હાજર રહેવાનું આમંત્રણ મળતાં તેઓના પરિવાર સહિત સમસ્ત ઘુંટુ ગામમાં ખુશીની લહેર ઉઠી છે.
ઘુંટુ ગામની સેવા સહકારી મંડળીના પ્રમુખ અને મોરબી માર્કેટીંગ યાર્ડની બીજી ટર્મમાં ડિરેક્ટર તરીકે સેવા આપતા પરસોતમભાઈ કૈલાને તાજેતરમાં જ જીલ્લા બેંક દ્વારા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા બાદ સહકારી મંડળીમાં ૧૦૦ % કામગીરી દર્શાવ્યા બદલ આગામી તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા પરસોતમભાઈ કૈલા અને તેમના પત્ની શારદાબેન કૈલાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કૈલા દંપતિને દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આમંત્રણ મળતાં કૈલા પરિવાર અને ઘુંટુ ગામના ગ્રામજનોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
મોરબીના સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે દશ દિવસ અને ચાર દિવસની રિટ્રીટ એમ 14 દિવસીય SSY શિબિરમાં જોડાવા માટે આહવાન કરાયું
મોરબી: આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ, ઉપાદી તનાવમાં જીવે છે, જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત,...
મોરબીના માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રપરા શેરી નં -૧૨ માં રહેતા કિશોરભાઈ ધનજીભાઈ અદગામા નામના વૃદ્ધ પોતાના ઘર બહાર માધાપર શેરી નં -૧૨ ના નાકા પાસે નશાની હાલતમાં પડી જતા...