મોરબી: હાલનાં સમયમાં ભવ્ય સેલિબ્રેશન અને ભપકાદાર ઝાકઝમાળ સાથે દેખાદેખીમા ભવ્યાતિભવ્ય જન્મદિવસ ની ઉજવણી કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે દેરાળા ગામના ઉઘરેજા પરિવારે પોતાની પુત્રીનાં જન્મદિવસની ઉજવણી સાદાઈથી અને પ્રેરણાદાયી રીતે કરી હતી.
સમાજ ઉપયોગી અને સામાજિક કાર્યોમાં હર હંમેશ પોતાનું યોગદાન આપનારા દેરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા”ભુમીબેન ભાર્ગવભાઈ ઉઘરેજા” ની લાડકવાયી પુત્રી “પ્રિવા”ના ત્રીજા જન્મદિવસ નિમિત્તે રાસંગપર ગામે આવેલા સંગાથ વૃદ્ધાશ્રમ નાં વડીલો ને ભોજન કરાવીને કરવામાં આવી હતી.
સંગાથ વૃદ્ધાશ્રમ ના વડીલો અને સંચાલકો દ્વારા ઉઘરેજા પરિવારની પુત્રી”પ્રિવા”ના જન્મદિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ની સરહાના કરવામાં હતી અને આશીર્વાદ સાથે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો.
મોરબી જિલ્લામાં હળવદના ચરાડવા ખાતેની શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદા નિષ્ણાંત રંજનબેન મકવાણા દ્વારા માહિતી તથા...
સમગ્ર વિશ્વમાં વર્ષ - ૨૦૨૫ ની ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા સહકારી સંસ્થાઓમાં સહકારી મંડળીઓ માટે સભાપદ ડ્રાઈવ તથા લોન મેળો યોજાયો હતો.
મોરબી જિલ્લામાં જુલાઈ માસના પ્રથમ સપ્તાહ (૧ જુલાઈ થી ૫ જુલાઈ, ૨૦૨૫) દરમિયાન સહકાર સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા...