આજ રોજ મોરબી સબ જેલ ખાતે સીવિલ હોસ્પિટલ દ્વારા વ્યક્તિના હાર્ટ એટેકના સમયે પ્રાથમિક સારવાર કઇ રીતે આપવી જે અંગે સી.પી.આર ટ્રેડિંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું
જેમા અત્રેની મોરબી સબ જેલના અધિકારી/કર્મચારી તેમજ બંદીવાન ભાઈઓ નો સી.પી.આર અંગેનો ડેમો બતાવી માહિતગાર કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં જેલ અધીક્ષક ડી.એમ.ગોહેલ તેમજ જેલર પી.એમ.ચાવડા હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામને સફળ બનાવેલ હતો
