મોરબી ભડીયાદ રોડ નળીયાના કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની 18 બોટલો સાથે બે ઝડપાયાં

મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ ૫૫૫ નળિયાના કારખાનાની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮ બોટલો સાથે બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ ૫૫૫ નળિયાના કારખાનામા આરોપી અનિલ મહેશભાઈ જીજવાળીયા (ઉ.વ.,૧૯) રહે. મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે વિધાનગર સોસાયટી તા. મોરબીવાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી ઓરડીમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૧૦,૩૨૦ ના મુદ્દામાલ સાથે આરોપી અનિલ મહેશભાઈ જીજવાળીયા (ઉ.વ.,૧૯) તથા ઉદય પ્રભુભાઈ સરવૈયા (ઉ.વ.૨૨) રહે. બંને મોરબી ભડીયાદ રોડ સાયન્સ કોલેજ સામે વિધાનગર સોસાયટી તા. મોરબીવાળાને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય એક ઈસમ હાર્દિકસિંહ હાલ રહે. મોરબી ભડીયાદ રોડ સ વિધાનગર સોસાયટી મૂળ રહે થાનવાળાનુ નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img